મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની મેચમાં સ્કોટલેન્ડને 9 વિકેટેહરાવ્યું હતું. સમોઆ અને નાઇજીરીયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી અને ડ્રોરહી હતી. દરમિયાનગત વિશ્વકપ વિજેતા ભારત આવતીકાલે વેસ્ટ ઈન્ડિઝ સામેપોતાની પહેલી મેચ રમશે. ભારતે 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાંઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ અંડર-19 મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. મલેશિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સાથે ગ્રુપ A માં ભારત છે. આ સ્પર્ધામાં યજમાન મલેશિયા સહિત 16 ટીમ ભાગ લઈ રહી છે.16 દિવસની આ સ્પર્ધામાં કુલ 41 મેચ રમાશે. સ્પર્ધાની ફાઇનલ 2 ફેબ્રુઆરીએકુઆલાલંપુરમાં રમાશે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 6:37 પી એમ(PM)