મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમા જણાવ્યું છે કે 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસથી બંને દેશો વચ્ચેના દ્વીપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક દૃષ્ટિએ નવી ઉંચાઈઓ મળી હતી. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મુલાકાતથી ભવિષ્ય માટે બહુક્ષેત્રીય સહકારના પરિપ્રેક્ષ્યમાં ભારત-મલેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો બનશે.
Site Admin | ઓગસ્ટ 19, 2024 11:23 એ એમ (AM) | aakshvani | newsupdate
મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમ આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે
