ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 8, 2025 2:46 પી એમ(PM)

printer

મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી મલેશિયા ઓપન બેડમિન્ટનમાં, ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોએ મિક્સ્ડ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

મલેશિયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી મલેશિયા ઓપન બેડમિન્ટનમાં, ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોએ મિક્સ્ડ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ પ્રથમ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની જોડીને પરાજય આપ્યો હતો. આવતીકાલે રાઉન્ડ ઓફ 16માં આ ભારતીય જોડી ચીનના ખેલાડીઓ સામે રમશે.

અન્ય ભારતીય જોડી, આધ્યા વર્યાથ અને સતીશ કરુણાકરન પણ મિક્સ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધી છે. તેઓએ આજે સવારે રાઉન્ડ ઓફ 32માં દેશના જ અમૃતા પ્રમુતેશ અને આશિથ સૂર્યાને હરાવ્યા હતા. મહિલા ડબલ્સમાં ભારતની ઋતુપંદા પાંડા અને સ્વેતાપર્ણા પાંડાની જોડીનો પરાજય થતાં તેઓ ટુર્નામેંટમાંથી બહાર થઈ ગયા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ