મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આયોજન કરાયું હતું..
જે અંતર્ગત બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતેની વીસામણબાપુ ની જગ્યા ખાતે મંદિરના મહંત મહામંડલેશ્વર નિર્મળા બા દ્વારા મહિલાઓ માટે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું હતું,
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધી પરા સ્થિત કમ્યુનિટી હોલ ખાતે વિશેષ કાર્યક્મ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમને સાંભળ્યો હતો..
પાટણના સિધ્ધપુરમાં નગરપાલિકા પ્રમુખ અનિતા પટેલના ઘરે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત કાર્યકર્તાઓ સાથે “મન કી બાત” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા..
Site Admin | જુલાઇ 28, 2024 7:33 પી એમ(PM)