મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે. ભારતીય સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ફિલિપાઈન્સના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના સચિવ ઈરીનો ક્રુઝ એસ્પિનો આ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.
શ્રી અરમાને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરશે. તેઓ ફિલિપાઈન્સ સરકારના અન્ય મહાનુભાવોને પણ મળશે.
ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની પ્રથમ બેઠક 2012માં મનિલામાં અને બીજી બેઠક 2017માં નવી દિલ્હીમાં મળી હતી.
ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75મા વર્ષની ઉજવણી અને ભારતની ACT-EAST નીતિના દસમા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને શ્રી અરમાનેની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 2:35 પી એમ(PM) | સંરક્ષણ
મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે
