મધ્ય યમનના અલ બાયદા પ્રાંતમાં એક ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં, 15 લોકો માર્યા ગયા છે અને 67 લોકો ઘાયલ થયા છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી.
હુતી બળવાખોરો દ્વારા સંચાલિત, આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ શનિવારે બાયદા પ્રાંતના જહેર જિલ્લામાં થયો હતો.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં ઘાયલ થયેલા 67લોકોમાંથી 40 લોકોની હાલત ગંભીર છે. બચાવ ટીમો પણ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. હાલમાં વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી.