મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા રાજ્ય સરકારે 132 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ યોજનામાં સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી પણ કરવામાં આવશે. આ રોડ બન્યા બાદ તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને લાભ થશે
Site Admin | જાન્યુઆરી 17, 2025 6:22 પી એમ(PM) | ગુજરાત