મધ્ય ઇરાનમાં બસ અકસ્માતમાં આશરે 28 જેટલા લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, આ બસ પાકિસ્તાનથી ઈરાક શિયા યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસમાં અરબાઈન માટે 51 યાત્રાળુઓ હતા.
ઉપરાંત આજે વહેલી સવારે અન્ય એક ઘટનામાં, સિસ્તાન અને બલુચેસ્તાન પ્રાંતમાં બસ અકસ્માતમાં છ લોકોના મોત અને 18 લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર ઈરાનમાં ટ્રાફિક કાયદાના નબળા પાલનને કારણે દર વર્ષે અંદાજે 17,000 જેટલા લોકો જાનહાનિનો ભોગ બને છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 2:16 પી એમ(PM)
મધ્ય ઇરાનમાં બસ અકસ્માતમાં આશરે 28 જેટલા લોકોના મોત થયા
