ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 17, 2024 6:58 પી એમ(PM) | બોરિસ

printer

મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડાં બોરિસના કારણે અંદાજે 18 લોકોના મોત

મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડાં બોરિસના કારણે આવેલા પૂરમાં પોલેન્ડમાં 4, રોમાનિયામાં 7, ચેક રિપબ્લિકમાં 3 અને ઓસ્ટ્રિયામાં 4 સહિત અંદાજે 18 લોકોના મોત થયા છે. પોલેન્ડના દક્ષિણ ભાગમાં રાહત અને બચાવ કામગીરી માટે 5 હજારથી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. રોમાનિયામાં,  પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં 16 ઓક્ટોબર સુધી કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ચેક રિપબ્લિકમાં 13 હજારથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઉત્તર-પૂર્વના બે વિસ્તારોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. લોઅર ઑસ્ટ્રિયામાં હજારો ઘરોમાં વીજળી અને પાણી નો પુરવઠો ખોરવાયો છે. સ્લોવાકિયા અને હંગેરીમાં ડેન્યુબ નદીનું જળસ્તર વધવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ