મધ્યપ્રદેશ હાઈકોર્ટ હવે18 ફેબ્રુઆરીના રોજ રાજ્યના ધાર જિલ્લાના પીથમપુરમાંયુનિયન કાર્બાઈડના કચરાને બાળવાના કેસની સુનાવણી કરશે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્યન્યાયાધીશ સુરેશ કુમાર કૈત અને ન્યાયાધીશ વિવેક જૈનની ડિવિઝન બેન્ચ દ્વારા દાખલ કરવામાંઆવેલી અરજીની સુનાવણી કરી હતી. સરકારે હાઈકોર્ટ પાસે વધુ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો, જેને વડી અદાલતે સ્વીકારી લીધો હતો. આ અરજી ઈન્દોરનાએમજીએમ એલ્યુમની એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. સરકારે ઈન્દોર અને પીથમપુરના લોકોનેવિશ્વાસમાં લીધા વિના એકતરફી પગલું ભર્યું હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરવામા આવી હતી.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:33 પી એમ(PM)