મધ્યપ્રદેશમાં આજથી 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ થશે. રાજ્યના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ ભોપાલમાં ચાર દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.”સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમને સમજવી” એ આ વર્ષની વિષય વસ્તુ છે.આ કાર્યક્રમનો ઉદેશ્ય બાળકોને વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા અને સમાજની સમસ્યાઓના નિરાકરણમાં નવીનતાનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાનો છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 700થી વધુ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો ભાગ લઈ રહ્યા છે.આ ઉપરાંત બહેરીન, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને સાઉદી અરેબિયા સહિતના દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | જાન્યુઆરી 3, 2025 2:25 પી એમ(PM) | રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ