મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત થયા, અને અન્ય ઘણા લોકો ગંભીરરીતે ઘવાયા હતા. શાહપુરના હરદૌલ બાબા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના બની હતી. ઘાયલ બાળકોને બચાવીને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:03 પી એમ(PM)
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત
