મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સીમરિયા ખાતે જે કે સિમેન્ટ ફેક્ટરીના પ્લાન્ટમાં નિર્માણાધીન છત તૂટી પડતા બે શ્રમિકોના મૃત્યુ થયા છે અને કેટલાકને ઇજા થઇ છે.
સત્તાવાર માહિતી પ્રમાણે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે, અને અંદર દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 1:54 પી એમ(PM) | મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સીમરિયા ખાતે જે કે સિમેન્ટ ફેક્ટરીના પ્લાન્ટમાં નિર્માણાધીન છત તૂટી પડતા બે શ્રમિકોના મૃત્યુ થયા છે અને કેટલાકને ઇજા થઇ છે
