ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 12, 2025 7:32 પી એમ(PM) | વિધાનસભા

printer

મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે 4 લાખ 21 હજાર 32 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે 4 લાખ 21 હજાર 32 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું. અંદાજપત્રમાં કોઈ નવો કર લાદવામાં આવ્યો નથી, અને કોઈપણ કરના દરમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. શ્રી દેવડાએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત મધ્યપ્રદેશ બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારી કર્મચારીઓ માટે એકીકૃત પેન્શન યોજના લાગુ કરવાની પ્રક્રિયા પર વિચાર કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરાશે.
નાણામંત્રીએ 22 નવા ઔધોગિક તાલીમ સંસ્થા ITI શરૂ કરવાની, દરેક વિધાનસભા વિસ્તારમાં સંપૂર્ણ સજ્જ સ્ટેડિયમ અને રાજ્યમાં એક ડિજિટલ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે લાડલી બહેના યોજનાને અટલ પેન્શન યોજના જેવી કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે જોડવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ