મધ્યપ્રદેશના ખજુરાહોમાં 51મા ખજુરાહો નૃત્ય મહોત્સવ દરમિયાન નૃત્ય મેરેથોનમાં 139 કલાકારોએ 24 કલાક 9 મિનિટ 26 સેકન્ડ સુધી સતત નૃત્ય કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો છે.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે આ નૃત્યને વિશ્વ વિક્રમ જાહેર કરી મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને પ્રમાણપત્ર સોંપ્યું હતું. આ મેરેથોનમાં કથક, ભરતનાટ્યમ, કુચીપુડી, મોહિનીઅટ્ટમ અને ઓડિસી નૃત્ય કરી પ્રખ્યાત કલાકારો પોતાનું પ્રદર્શન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી યાદવે ગઈકાલે ખજુરાહો નૃત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું, જે 26 ફેબ્રુઆરી સુધી યોજાશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:47 એ એમ (AM)
મધ્યપ્રદેશના ખજુરાહોમાં 51મા ખજુરાહો નૃત્ય મહોત્સવ દરમિયાન નૃત્ય મેરેથોનમાં 139 કલાકારોએ 24 કલાક 9 મિનિટ 26 સેકન્ડ સુધી સતત નૃત્ય કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો છે
