મધ્યપ્રદેશનાં ભોપાલ ખાતે યોજાયેલી ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ મિશ્રાએ પ્રખ્યાત શૉટ શૂટરની સિદ્ધિ મેળવી છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ મિશ્રાએ ૫૦ મીટર રાઇફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં ૫૯૦.૩ નો સ્કોર હાંસલ કરીને રાષ્ટ્રીય કક્ષાએ ખેડા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.