મધ્યપૂર્વમાં અશાંતિને પગલે ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદીનું જોર યથાવત રહ્યું હતું. છેલ્લાં બે દિવસમાં ભારતીય રોકાણકારોએ 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આજે સેન્સેક્સ 808 પોઇન્ટ ઘટીને 81 હજાર 688 અને નિફટી 235 પોઇન્ટ ઘટીને 25 હજાર 14 પર બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપ ઘટીને 461 લાખ કરોડ થયું હતું. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ રહ્યા હતા.
બજારનાં નિષ્ણાંતોનાં જણાવ્યા પ્રમાણે રોકાણકારો મધ્યપૂર્વમાં હાલ ચાલી રહેલા સંઘર્ષને સાવચેતીપૂર્વક જોઈ રહ્યા હોવાથી બજારમાં મંદીનો માહોલ યથાવત છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:53 પી એમ(PM) | શેરબજાર