ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 3:09 પી એમ(PM)

printer

મણીપુરમાં આજે સવારથી થયેલા ગોળીબારમાં છનાં મોત..અનેક ઇજાગ્રસ્ત

મણિપુરમાં વહેલી સવારથી જ અલગ-અલગ સ્થળોએ ગોળીબાર ચાલી રહ્યો છે
જેમાં છ લોકોના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે. આજે વહેલી સવારે,
જીરીબામ જિલ્લામાં એક વ્યક્તિ તેના ઘરે સૂતી હતી ત્યારે પહોંચેલા શંકાસ્પદ
આતંકવાદીઓએ તેના માથામા ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી..
બાદમાં  જીરીબામ પોલીસ સ્ટેશન હેઠળના નંગચેપી વિસ્તારમાં બે જૂથો વચ્ચે
ગોળીબાર થયો હતો. ગોળીબારમાં ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ સહિત ચાર લોકો
માર્યા ગયા હતા
કલચિંગ જિલ્લાના તાંગજેંગ ખુન્જાઓ ખાતે ગોળીબાર થઈ રહ્યો છે જેમાં બે
 વ્યક્તિઓને ગોળી વાગતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મોઇરાંગ શહેરમાં સ્થાનિક બનાવટના રોકેટ બોમ્બ વિસ્ફોટમાં
એક નાગરિકનું મોત થયું હતું અને પાંચ ઘાયલ થયા હતા. મોડી રાત્રે, મોટી
સંખ્યામાં લોકોએ વિવિધ સ્થળોએ સ્થિત મણિપુર રાઇફલ્સ બટાલિયનનો ઘેરાવ કર્યો
અને હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો. જોકે, સુરક્ષા દળોએ પરિસ્થિતિને
કાબૂમાં લીધી હતી અને લોકોને વિખેરી નાખ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ