મણિપુરમાં અલગ અલગ કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ બુધવારે કાંગપોક્પી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં શોધ અભિયાન શરૂ કર્યું હતું.
ન્યૂ કૈથલમામ્બી પોલીસ સ્ટેશન હેઠળ ઝીરો પોઈન્ટ-પી1 રેલ્વે ટનલ રોડ ખાતે સર્ચ ઓપરેશન દરમિયાન, બે 9 મીમી સીએમજી અને બે મેગેઝિન, બે સ્વદેશી સિંગલ બેરલ રાઈફલ્સ, એક નંબર 36હેન્ડ ગ્રેનેડ અને એક મોટોરોલા (બાઓફેંગ) જપ્ત કરવામાં આવ્યા હતા.
ફેયેંગ રિજ (ફ્રીડમ હિલ અને ફેયેંગ ગામ વચ્ચે) ખાતે અન્ય એક કાર્યવાહીમાં બે બોલ્ટ એક્શન રાઇફલ્સ, ત્રણ પિસ્તોલ, ત્રણ હેન્ડ ગ્રેનેડ, ચાર ઇલેક્ટ્રિક ડેટોનેટર, ત્રણ ડેટોનેટર, બે કારતૂસ અને રેડિયો સેટ જપ્ત કરવામાં આવ્યા હતા. બધી જ જપ્ત કરેલી વસ્તુઓ વધુ તપાસ માટે અધિકારીઓને સોંપવામાં આવી હતી.