મણિપુરના પર્વતીય અને મેદાની વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને યુદ્ધ સામગ્રી કબજે કરવામાં આવી છે. ભારતીય સેના, મણિપુર પોલીસ અને અન્ય સલામત દળ દ્વારા ઇમ્ફાલ ઇસ્ટ, ટેન્ગનોપાલ, યાંગિયાંગપોકી અને ચુરાચાંદપુર જિલ્લાઓમાં ચલાવવામાં આવેલા સંયુક્ત અભિયાન દરમિયાન આ સફળતા મળી છે.
ભારતીય સેનાના ઇસ્ટર્ન કમાન્ડ મુખ્યમથક ફૉર્ટ વિલિયમ કોલકતા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે, ટેન્ગનોપાલ જિલ્લામાં 27 ડિસેમ્બરે અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસે સંયુક્ત તપાસ અભિયાન ચલાવીને 303 રાઈફલ, ઈમ્પ્રૉવાઈઝ્ડ એક્સપ્લૉઝિવ ડિવાઈસ- IED અને ગ્રેનેડ કબજે કર્યા હતા. સાથે જ એનએચ- 102ની નજીકના ત્રણ સ્થળની ઓળખ કરી તેનો નાશ કરાયો હતો.
Site Admin | ડિસેમ્બર 30, 2024 2:26 પી એમ(PM) | મણિપુર