મકરસંક્રાતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યોમાં ભક્તોએ લાભ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સોમનાથના ગૌપૂજનમાં ઓનલાઈન ભક્તો પણ જોડાયા હતા.સાળંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિરે દાદાને પતંગના વાઘાનો શણગાર, મંદિરને રંગબેરંગી પતંગ ફિરકીનો શણગાર તેમજ મમરા – તલના લાડુ, કાળા – સફેદ તલ – દાળિયાની ચીકી,
સીંગ, ખજૂર, ડ્રાયફૂટ, ટોપરા વગેરેના પાક અને કચરીયાનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:28 પી એમ(PM)