ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 3:08 પી એમ(PM)

printer

મકરસંક્રાંતિના શુભ અવસર પર,આજે ભારત અને વિદેશથી લાખો ભક્તોએ ગંગા સાગરમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી

મકરસંક્રાંતિના શુભ અવસર પર,આજે ભારત અને વિદેશથી લાખો ભક્તોએ ગંગા સાગરમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી. એક માન્યતાઅનુસાર ત્રેતાયુગના પવિત્ર
સમુદ્ર કિનારે, જ્યાં માતા ગંગાએ રાજા સાગરના સાઠ હજાર પુત્રોને મોક્ષ આપ્યો હતો, ત્યાં ભક્તો મોક્ષ પ્રાપ્તિની આશામાં પવિત્ર સ્નાન કરવા માટે ઉમટતા હતા.

આઠમી  જાન્યુઆરીથી ગંગા સાગર મેળો શરૂ થયો છે. તે 17જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે. પવિત્ર સ્નાન માટેનો શુભ સમય આજે સવારે 6:58 વાગ્યાથી 15
જાન્યુઆરી સવારે 6:58 વાગ્યા સુધીનો છે. પશ્ચિમ બંગાળ સરકારે ગંગા સાગર મેળા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સરકારી બસો અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં
આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે લગભગ 32 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ વખતે આ સંખ્યા વધી શકે છે. બીજીતરફ ગંગા સાગર મેળા
દરમિયાન બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંભવિત ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા કડક કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ