ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 8:00 પી એમ(PM)

printer

મંત્રી સર્વાનંદ સોનોવાલે મુંબઇના જવાહરલાલ નહેરૂ બંદર – JNPA ખાતે સુંદરતામાં વધારો અને વિવિધ યોજનાઓને જોમવંતી બનાવવાની યોજનાનું આજે લોકાર્પણ

કેન્દ્રિય બંદર અને વહાણવટા વિભાગના મંત્રી સર્વાનંદ સોનોવાલે મુંબઇના જવાહરલાલ નહેરૂ બંદર – JNPA ખાતે સુંદરતામાં વધારો અને વિવિધ યોજનાઓને જોમવંતી બનાવવાની યોજનાનું આજે લોકાર્પણ કર્યું છે. તેમણે સંબંધિત વિસ્તારમાં પર્યાવરણીય સંતુલનને પ્રોત્સાહન આપતા જળસંગ્રહના ત્રણ સ્થાનોનું પણ ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે JNPA, વાધવાન પોર્ટ અને આરઇસી વચ્ચેના વિવિધ માળખાકીય પ્રોજેક્ટો માટે ધિરાણ વિતરણ તેમજ જહાજો માટે દરિયાકિનારે વીજઉત્પાદનના પ્રોજેક્ટો માટે ગેટવે ટર્મિનલ ઇન્ડિયા વચ્ચે બે સમજૂતી કરાર કેન્દ્રિયમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.
શ્રી સોનોવાલે સ્થાનિક સમુદાયને અધિકાર સંપન્ન બનાવવા અને કર્મચારીઓના વિકાસ અંગેના JNPA દ્વારા તૈયાર કરાયેલા વાધવાન કૌશલ્ય કાર્યક્રમ વોટ્સએપ, ચેટબોટનું લોકાર્પણ કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ