ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રમતગમત મુખ્ય ભૂમિકા ભજવશે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રમતગમત મુખ્ય ભૂમિકા ભજવશે. ડૉ.માંડવિયાએ,નવી દિલ્હીમાં ભારતના ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સસાથેના સંવાદ સત્રમાં જણાવ્યું હતું કે ભારત, તેની વૈવિધ્યસભરવસ્તી સાથે,અપાર સંભાવનાઓ ધરાવે છે. તેમણે કહ્યું કે ભારત ખેલાડીઓનેયોગ્ય સમર્થન અને તકો આપીને તેની મેડલ ટેલીમાં વધારો કરી શકે છે અને સરકાર આ દિશામાંપગલાં લઈ રહી છે. આ પ્રસંગે, તેમણે પેરિસ ઓલિમ્પિકમાંભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓની તૈયારીઓને પ્રકાશિત કરતી “પાથવે ટુપેરિસ” પુસ્તિકા પણ લોન્ચ કરી.  2004 એથેન્સ પેરાલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા, દેવેન્દ્ર ઝાઝરિયાએ ,આકાશવાણી સાથે વાત કરતા, ભારતીય ઓલિમ્પિકટુકડી પાસેની  અપેક્ષાઓ વિશે વાત કરી.  ઓલિમ્પિયન જીતુ રાયે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી પેરિસ ઓલિમ્પિકમાંભારતીય ટુકડી વધુ સારું પ્રદર્શન કરશે. તેમણે ખેલાડીઓને ટેકો આપવા બદલ સરકારની પણપ્રશંસા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ