ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ટેક્નોલોજીનો રચનાત્મક ઉપયોગ થવો જોઈએ, મંત્રીશ્રીની અધ્યક્ષતામાં GICEAની ૩૦મી ગોલ્ડ મેડલ સેરેમની યોજાઈ હતી.
અમદાવાદમાં આયોજિત આ સમારોહમાં કુલ ૮૪ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં આર્કિટેક્સ અને સિવિલ એન્જીનિયર્સની ભૂમિકા ખૂબ અગત્યની છે.
ભારતમાં જ યુવાઓને રચનાત્મક વિચારોને અમલમાં લાવવા માટે અસરકારક પ્લેટફોર્મ મળી રહ્યું છે. સ્ટાર્ટઅપ પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી સહિતના કેન્દ્ર સરકારના પગલાંઓને લીધે યુવાઓને કારકિર્દી બનાવવાના વિશાળ દ્વારો ખુલ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:17 એ એમ (AM) | આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
મંત્રીશ્રીની અધ્યક્ષતામાં GICEAની ૩૦મી ગોલ્ડ મેડલ સેરેમની યોજાઈ હતી.
