ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 19, 2024 1:54 પી એમ(PM)

printer

મંકીપૉક્સ સંક્રમણને કારણે કેન્દ્ર સરકારે રાજ્યોને ત્વરિત પગલા લેવા નિર્દેશ આપ્યો

મંકીપૉક્સ વાઇરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ.
પી. કે. મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મંકીપૉક્સ

Upload Midday NATIONAL NEWS AT 1.20 TO 1.30 PM 19-08-2024 -2
વાઇરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાંઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમણે
જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. બેઠક દરમિયાન શ્રી
મિશ્રાએ રાજ્યોને દેખરેખ વધારવા અને કેસોની ત્વરિત તપાસ માટે અસરકારક પગલાં
લેવા નિર્દેશ આપ્યા છે.

વધુમાં તેમણે લેબોરેટરીઓનું નેટવર્ક વહેલી તકે નિદાન માટે સજ્જ હોવું
જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો. હાલમાં દેશની 32 જેટલી લેબોરેટરી મંકીપૉક્સ
વાઇરસના પરીક્ષણ માટે સજ્જ છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકાના દેશોમાં મંકીપૉક્સ
વાઇરસના સંક્રમણને જોતા વૈશ્વિક આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે. 2022ના અંત
સુધીમાં વિશ્વના 116 દેશોમાં મંકીપૉક્સના 99 હજાર જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે 208
દર્દીઓના મોત થયા હતા

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ