કુંભ મેળા માટે રેલવે 13 હજાર ટ્રેનો દોડાવશે. તેમાંથી 3 હજાર વિશેષ ટ્રેનો હશે. આ ટ્રેનો મહા કુંભ દરમિયાન 50 દિવસથી વધુ ચાલશે. તેમાં મેળા પછીના બે-ત્રણ દિવસનો પણ સમાવેશ થાય છે. મહાકુંભમાં લગભગ 40 કરોડ લોકો હાજરી આપે તેવી શક્યતા છે.ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રેલવેએ યાત્રાળુઓ માટે સરળ અને સલામત અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિશેષ યોજના ઘડી છે લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે સીમલેસ કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સરકાર અને રેલવે સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં મહાકુંભ આ મહિનાની 13મીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાશે
Site Admin | જાન્યુઆરી 5, 2025 8:57 એ એમ (AM) | કુંભ મેળા