રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે ભ્રષ્ટાચાર એક રોગ છે, જેને તેના મૂળથી નાબૂદ કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં કેન્દ્રીય તાકેદારી પંચ – CVC દ્વારા આયોજીત તાકેદારી જાગૃતિ સપ્તાહ 2024 સમારોહને સંબોધિત કરતા આમ જણાવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું કે સરકારે ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે અનેક નવી પહેલ શરૂ કરી છે. આ સંદર્ભે તેમણે ડાયરેક્ટ બિનિફિટ ટ્રાન્સફર સ્કીમ, ઇ- માર્કેટ પ્લેસ અને ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટનો ઉલ્લેખ કર્યો.
આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય તકેદારી પંચના પી. કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે સરકાર ભ્રષ્ટાચાર પ્રત્યે ઝિરો ટોલરન્સની નીતિ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે પંચ કર્મચારીઓની ક્ષમતા વિકાસ તેમજ આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા પર ભાર મૂકે છે.
Site Admin | નવેમ્બર 8, 2024 2:27 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ