સર્વોચ્ચ અદાલત આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજી પર સીબીઆઈનો જવાબ માંગ્યો હતો અને આ મામલાની સુનાવણી 23 ઓગસ્ટ પર મુલતવી રાખી હતી. AAP વડાની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ કથિત દારૂ નીતિ કૌભાંડમાંથી ઉદ્ભવતા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં હતા.
Site Admin | ઓગસ્ટ 14, 2024 2:13 પી એમ(PM)