ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેએ આજે એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.ભૂતાનના રાજા સાથેના પ્રતિનિધિમંડળનું ભૂતાનના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં અન ગરબાની પ્રસ્તુતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તમામ મહાનુભાવોને વૉલ ઑફ યુનિટીથી માહિતગાર કરાયા હતા.
ત્યારબાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના માર્ગદર્શકે મહાનુભાવોને ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને ભારતની એકતા માટે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની વિસ્તૃત વિગત પૂરી પાડી હતી. શ્રી વાંગચૂક અને પ્રધાનમંત્રીશ્રીએ વ્યૂઈંગ ગેલેરીથી વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નીહાળ્યો હતો. બાદમાં શ્રી વાંગચૂકે મુલાકાતી પોથીમાં કરેલી નોંધમાં લખ્યું કે “ભારતને શુભકામના અને સ્મરણ”
ઉલ્લેખનીય છે કે કોઇ પણ દેશના રાજા અને પ્રધાનમંત્રીની એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટીની આ પહેલી મુલાકાત છે.
મહાનુભાવોની મુલાકાત દરમિયાન રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જુલાઇ 22, 2024 7:44 પી એમ(PM) | સ્ટેચ્યૂ ઑફ યુનિટી