ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 28, 2024 1:55 પી એમ(PM) | Dr. Manmohan Singh | Manmohan Singh | manmohan singh funeral

printer

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા ડૉ. મનમોહન સિંઘના પાર્થિવ દેહને તેમના આવાસથી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કૉંગ્રેસ મુખ્યમથકથી સ્મશાન ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા નીકળી હતી.
નિગમ બોધ સ્મશાન ઘાટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમજ ભૂતાનના નરેશ સહિતના મહાનુભાવોએ ડૉ. મનમોહન સિંઘના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 26 ડિસેમ્બરે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનું નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન- એઈમ્સમાં 92 વર્ષની વયે અવસાન થયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ