ડિસેમ્બર 27, 2024 7:23 પી એમ(PM) | ડૉ. મનમોહન સિંહ

printer

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, સચિવાલય, ગુજરાત વિધાનસભા અને સરકારી ઈમારતોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવીને ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારના તમામ જાહેર કાર્યક્રમ પણ રદ કરાયા છે.
આ તરફ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ વીડિયો સંદેશ જાહેર કરી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ડૉ. મનમોહન સિંહના અવસાન નિમિત્તે અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે યોજાયેલા કાંકરિયા કાર્નિવલના 31 ડિસેમ્બર સુધીના આ વર્ષના તમામ કાર્યક્રમ રદ કરાયા છે.
પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપૂલ પૂરોહિત જણાવે છે કે, હાલોલના વડા તળાવ ખાતે આજથી ત્રણ દિવસ માટે શરૂ થનારો પંચ મહોત્સવ કાર્યક્રમ પણ મોકૂફ રખાયો છે.
રાજકોટ શહેર ઝોનકક્ષાની કલા મહાકુંભ 2024 અંતર્ગત યોજાનારી તમામ સ્પર્ધાઓ અને કાર્યક્રમ હાલ પૂરતા મોકૂફ રખાયા છે. નવા કાર્યક્રમની તારીખ આગામી સમયમાં નક્કી થયા પછી જાહેર કરાશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.