ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન, દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકવશે અને કોઈ સરકારી કાર્યક્રમોનું આયોજન નહીં કરાય. ડૉ, સિંઘના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે વિદેશમાં તમામ ભારતીય મિશન અને દૂતાવાસોમાં પણ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહેશે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 2:33 પી એમ(PM) | ડૉ. મનમોહન સિંઘ