ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર માર્ક કાર્ને કેનેડાના આગામી પ્રધાનમંત્રી બનશે, શાસક લિબરલ પાર્ટીએ તેમને પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે. તેઓ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શ્રી કાર્ને જાન્યુઆરીમાં રાજીનામું આપવાની જાહેરાત કરનારા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે.59 વર્ષીય માર્ક કાર્નેએ અગાઉ બેંક ઓફ કેનેડાના ગવર્નર તરીકે સેવા આપી હતી અને 2013 માં બેંક ઓફ ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરનારા પ્રથમ બિન-નાગરિક તરીકે ઇતિહાસ રચ્યો હતો. તેમનું નેતૃત્વ એક નિર્ણાયક સમયે આવ્યું છે, જ્યારે ટેરિફના મામલે કેનેડા અને અમેરિકા વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બન્યાં છે.
Site Admin | માર્ચ 10, 2025 9:27 એ એમ (AM)
ભૂતપુર્વ સેન્ટ્રલ બેન્કર માર્ક કાર્ને કેનેડાના આગામી પ્રધાનમંત્રી બનશે.
