ભૂતપુર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહની અંતિમ યાત્રા આવતીકાલે સવારે સાડા નવ વાગે નવી દિલ્હીમાં કોંગ્રેસના વડા મથકેથી સ્મશાન માટે રવાના થશે.
એક સોશિયલ મિડીયા પોસ્ટમાં કોંગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગોપાલે જણાવ્યું છે કે, જાહેર જનતાના અંતિમ દર્શનાર્થે ભૂતપુર્વ પ્રધાનમંત્રીનાં પાર્થિવ શરીરને આજે રાજધાનીમાં તેમનાં નિવાસસ્થાને રાખવામાં આવશે અને આવતીકાલે સવારે કોંગ્રેસ ઓફિસ લઈ જવામાં આવશે, જ્યાં જાહેર જનતા અને પક્ષના કાર્યકરો તેમને શ્રધ્ઘાંજલિ આપી શકશે.
દરમિયાન, કેન્દ્રીય મંત્રીમંડળે ડોક્ટર મનમોહન સિંહનાં નિધન બદલ બે મિનિટનું મૌન પાળીને શોક વ્યક્ત કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે, મનમોહનસિંહનાં નિધનથી રાષ્ટ્રએ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને અગ્રણી ગુમાવ્યા છે. ડોક્ટર મનમોહન સિંહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. આવતી કાલે કેન્દ્ર સરકાર અને જાહેર એકમોની કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 7:45 પી એમ(PM)