ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 8:20 એ એમ (AM) | ભૂજ

printer

ભૂજથી નખત્રાણા સુધીનો 45 કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 937 કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો 45 કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 937 કરોડ રૂપિયા મંજુર કર્યા છે.
હાલમાં આ રોડ 10 મીટર પહોળાઈ ધરાવે છે, જે હાઈ સ્પિડ કોરીડોર બન્યા બાદ પ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ, નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે અવરજવર માટે સરળતા પૂરી પાડશે.
આ માર્ગ આંતરરાષ્ટ્રીય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ છે. આ ઉપરાંત તે આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે પણ જોડે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ