ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૨ ઉપર ૧૩મી અને ૧૪મી ડિસેમ્બરે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે. જેથી ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા પશુઓને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 6:17 પી એમ(PM) | ભુજ
ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૨ ઉપર ૧૩મી અને ૧૪મી ડિસેમ્બરે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે
