ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નોખાણીયા ફાયરિંગ રેન્જ ખાતે 10 અને 11 જાન્યુઆરી સુધી ફાયરિંગ પ્રેકટીસ યોજવામાં આવનારી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ ડી.પી.એ.ન્યુ કંડલા-કચ્છના તાબા હેઠળ આ ફાયરિંગ પ્રેકટીસ યોજાશે.તકેદારીના ભાગરૂપે સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે કે ફાયરિંગ રેન્જમાં પ્રવેશબંધી ફરમાવાઇ છે. તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોકત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે પ્રતિબંધિત વિસ્તારમાં જનાર ઢોરોને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:44 પી એમ(PM) | ભુજ