ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે આજે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાના અહેવાલ છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા પ્રમાણે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરીવારની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ચિંતા નો માહોલ છવાયો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયા છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 4:34 પી એમ(PM)