ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 7:31 પી એમ(PM)

printer

ભુજ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ૧૯ કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરાયેલા ૧૪૪ નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કર્યું

ભુજ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ૧૯ કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરાયેલા ૧૪૪ નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કર્યું હતું.
કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા એસઆરપી ગૃપ-૧૬ ભચાઉ ખાતેના કક્ષા-બીના ૭૨ આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કર્યુ હતું, તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌશાળા તથા અંજાર એસટી ડેપો વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રીએ માતાના મઢ ખાતે માતા આશાપુરાના દર્શન કરી રાજ્યમાં જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ