ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 8:18 એ એમ (AM) | ભુજ

printer

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી.

ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને જીપીસીબી અને અન્ય ખાનગી કંપનીઓના સહયોગથી કોડીનાર મોકલવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રની આ પહેલને પ્રવાસન સચિવે બિરદાવીને જણાવ્યું હતું કે, રોડ ટુ હેવન અને ધોરડો પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ હવે માંડવીના દરિયાકિનારા સહિતના વિસ્તારને પણ પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવા માટે ત્વરિત પગલા લેવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ