ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 18, 2024 6:58 પી એમ(PM)

printer

ભુજ ખાતે કચ્છ વિશ્વ વિદ્યાલયનો 14 મો પદવીદાન સમારોહ યોજાઇ ગયો

ભુજ ખાતે કચ્છ વિશ્વ વિદ્યાલયનો 14 મો પદવીદાન સમારોહ યોજાઇ ગયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કર્યા હતા. જ્યારે 5 હજાર 530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી.

આ પ્રસંગે શ્રી દેવવ્રતે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા કર્તવ્ય પરાયણતાને મહત્વ આપવા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. ઉપરાંત આજે પર્યાવરણ રક્ષણ, જળ વ્યવસ્થાપન, ભારતીય સંસ્કૃતિને અપનાવી વિશ્વમાં તેનો સંદેશ પાઠવવા, નશામુક્ત જીવન અપનાવવા તથા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સંકલ્પબધ્ધ થવા પણ શ્રી દેવવ્રતે અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ