ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85મી બટાલિયને સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કુરન ગામની પ્રાથમિક શાળાને 1 લાખ 60 હજાર રૂપિયાની કિંમતના ફર્નિચર, રમત ગમતના સાધનો, સ્ટેશનરી અને પુસ્તકો સહિત શૈક્ષણિક સાધનો અપાયા હતા. BSF દ્વારા યોજાયેલી આરોગ્ય શિબિરમાં દર્દીઓની તપાસ કરી મફત દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભુજ BSF સેક્ટરના DIG અનંતસિંઘ, કમાન્ડન્ટ મનીષ રંજન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
BSF દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરહદી વિસ્તારના લોકો સાથે મજબૂત સંબંધો વિકસાવવાનો અને તેમની સામાજિક સ્થિતિમાં સુધારો લાવવાનો છે.
Site Admin | માર્ચ 4, 2025 7:01 પી એમ(PM) | BSF
ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85મી બટાલિયને સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કર્યું
