ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

‘ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે’ :પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો દેશની ઓળખ બનાવે છે. તેમણે કહ્યું, જ્યારે દેશ વિકાસની રાહે આગળ વધે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના ઉપદેશ અંગે ધ્યાન દોર્યું હતું.
શ્રી મોદીએ કહ્યું, ‘ભારતે અમૃતકાળ તરીકે ઓળખાતી પરિવર્તન યાત્રા શરૂ કરી છે, જે વર્ષ 2047માં પૂર્ણ થશે. આ સમયગાળો વિકસિત ભારતના ઉદ્ભવનો સાક્ષી બનશે. ભગવાન બુદ્ધના જ્ઞાન દ્વારા સંચાલિત દેશનો વિકાસ રોડમેપ એ અભૂતપૂર્વ અને સકારાત્મક ફેરફારો લાવશે. ભગવાન બુદ્ધના ઉપદેશોને અનુસરીને દેશ વિકાસનો નવો માર્ગ અપનાવી રહ્યો છે.’
પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નૉલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરતી વખતા પોતાની સંસ્કૃતિ અને મૂલ્યો પર ગૌરવ લેવા આહ્વાન કર્યું હતું. તાજેતરમાં જ સરકારે પાલી ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપ્યો તે અંગે શ્રી મોદીએ કહ્યું, ‘ભાષાઓ માત્ર સંવાદનું માધ્યમ જ નહીં, પરંતુ સંસ્કૃતિ અને સભ્યતાની આત્મા છે.’

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ