ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા હતા .
ગઇકાલે રાત્રે લોકો પાયલટે ગાધકડા-સાવરકુંડલા સેક્શન વચ્ચે 03 સિંહો રેલ્વે ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા, ત્યારે ગુડ્સ ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવીને લગભગ 100 મીટરના અંતરે રોકવામાં આવી હતી. લોકો પાયલોટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) અને સાવરકુંડલાના સ્ટેશન માસ્તરને વોકી-ટોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી આવ્યા અને ટ્રેક ક્લીયર થવાનો સિગ્નલ મેળવ્યો ત્યારે લોકો પાયલટ દ્વારા માલગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 7:23 પી એમ(PM) | રેલ્વે