પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન નં. 20910ના પ્રસ્થાનનો સમય બદલવાનો નિર્ણય કર્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું કે, આ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન નં. 20910ની ઝડપ વધારવા માટે સાત નવેમ્બરથી ઉપડવાનો નિર્ધારીત સમય સાંજના 6.40 કલાકને બદલે 6.55 કલાક કરાયો છે. ટ્રેન 15 મિનિટ મોદી ઉપડ્યા બાદ પણ પોતાના ગંતવ્ય સ્થાને નિર્ધારિત સમયે જ પહોંચી જશે. તેથી મુસાફરોનો 15 મિનિટનો સમય બચશે. આ ટ્રેનની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે, તેમ પશ્ચિમ રેલવેએ એક યાદીમાં જણાવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 27, 2024 9:11 એ એમ (AM) | bhavnagar | superfast train | train schedule | Western Railway
ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય
