ભાવનગર જીલ્લા પોલીસના જવાનોએ મહુવાના ભવાનીનગર ખાતેના ચામુંડા ડાયવર્કસમાં કરેલી દરોડાની કાર્યવાહીમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીનો બાર કિલોથી વધુ જથ્થો જપ્ત કર્યો છે. જેની કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, પોલીસે વન્યજીવ સંરક્ષણ ધારો 1972 હેઠળ બે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, એમ્બરગ્રીસનો ઉપયોગ અત્તર અને ચીની તબીબી પધ્ધિતીની દવા બનાવવા માટે કરવામાં આવે છે. ભારતમાં એમ્બરગ્રીસનું વેચાણ વન્યજીવ સંરક્ષણ ધારો- 1972 હેઠળ ગેરકાયદેસર જાહેર કરાયું છે.
Site Admin | નવેમ્બર 28, 2024 7:15 પી એમ(PM) | ભાવનગર