ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા.
ભાવનગર મહાનગર પાલિકાના સ્વીમીંગ પૂલ ખાતે આજે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં તરણ સ્પર્ધામાં મોટી પાણીયાળીના બાળકોએ કુલ ૧૨ ચંદ્રક જીત્યા હતા.
ચંદ્રક મેળવનાર બાળકો આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 3:34 પી એમ(PM)