ભાવનગર જિલ્લાના 5 વર્ષ સુધીના અંદાજે 1 લાખ 76 હજારથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરવા 8 ડિસેમ્બરે પોલિયો રસીકરણ કરાશે.જે અંતર્ગત ગઇકાલે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, જિલ્લામાં કુલ 1 હજાર 110 બુથનું આયોજન કરાયું છે.કુલ 2 હજાર 86 ટુકડી દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ ઉપર અને બીજા અને ત્રીજા દિવસે ઘરે-ઘરે જઇ બાળકોને પોલીયોનાં ટીપાં પીવાડવામાં આવશે.આ કામગીરીના સંચાલન માટે તેમજ કોઈ બાળક રસિકરણથી વંચિત ન રહે તે માટે 248 નિરીક્ષકો નિયુક્ત કરાયા છે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 3:33 પી એમ(PM) | પોલિયો રસીકરણ | ભાવનગર