ભાવનગર જિલ્લાના પાલિતાણાના ઘોડીઢાળ પાસે માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, યુવક બાઈક લઈ જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલક સાથે અડફેટમાં આવતાં અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખેસડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | નવેમ્બર 6, 2024 10:28 એ એમ (AM)
ભાવનગર જિલ્લાના પાલિતાણાના ઘોડીઢાળ પાસે માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું
